વેજલપુરના દશામા મંદિર નજીક જુગાર રમતાં 4 જુગારીઓ ઝડપાયા

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલાં દશામાના મંદીર નજીક જાહેરમાં જુગાર રમતાં 4 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતાં. જ્યારે એક ટીમને ચકમો આપી ભાગી ગયો હતો. પોલીસે જુગારિયાઓ પાસેથી અંગ ઝડતીમાંથી તથા દાવ પર લાગેલાં રોકડા 88 હજાર મળી કુલ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબીની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, વેજલપુર વિસ્તારમાં આવેલાં દશામા મંદિર નજીક કેટલાંક ઈસમ સ્ટ્રીટ લાઇટ નીચે જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર રેડ પાડી હતી. ટીમને જોઇ જુગારિયાઓમાં દોડધામ મચી હતી.

જોકે, ટીમે તે પૈકીના નિલશ વિનોદ મિસ્ત્રી (હાલ રહે. પારસીવાડ, વેજલપુર, મુળ રહે. પુષ્પધન બંગ્લોઝ), નરેન્દ્ર ઉર્ફે કાલુ મહેશ વસાવા (રહે. રેલવે કોલોની) , સંતોષ ઉર્ફે જયેશ જયંતી મિસ્ત્રી ( રહે. વેજલપુર પારસીવાડ) તથા અમિત હેમંત શાહ (રહે. લલ્લુભાઇ ચકલા) નામના ચાર જુગારિયાઓને પકડી લીધા હતાં. જ્યારે વેજલપુર વિસ્તારનો ગુલ્લુ નામનો સાગરિત ભાગી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે જુગારિયાઓ પાસેથી અંગ ઝડતીમાંથી તથા દાવ પર લાગેલાં રોકડા 88 હજાર મળી કુલ 95 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.