ડાંગમાં માંકડાએ બાઈક ચાલક પર ગંભીર હુમલો કર્યો, યુવકને વધુ સારવાર અર્થે વલસાડ રીફર કરવામાં આવ્યો

વઘઇ વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નામની જગ્યાએથી થોડા અંતર સુધી જંગલમાં મોટી સંખ્યામાં માંકડાઓ રહે છે. અહીયાથી પસાર થતા પ્રવાસીઓ અને રાહદારીઓ આ માંકડાઓને આવતા જતા ખોરાક આપતા હોવાથી તેઓ સવારથી સાંજ સુધી ટોળાઓમાં માર્ગ પર ટહેલતા રહતા હોય છે. જ્યાં માંકડાએ એક યુવાન પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

વઘઇ વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નામની જગ્યાએથી થોડા અંતર સુધી જંગલમાં મોટી સંખ્યામાં માંકડાઓ માર્ગ ઉપર આવી જતા હોય છે. આ માર્ગ ઘાટ વાળો હોવાથી બાઇક સવારની બાઈક ધીમી પડી જાય છે. પ્રવાસીઓ અને રાહદારીઓ આ માંકડાને આવતા જતા ખોરાક આપતા હોવાથી તેઓ સવારથી સાંજ સુધી ટોળાઓમાં માર્ગ પર ટહેલતા રહેતા હોય છે. બુધવારે વિસઘોલિયા પાસે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સુકમાળ ગામમાં રહેતા યુવાન મેહુલ સુરેશ ગામીત બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક ધીમી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન એક માકડાએ તેના પર હુમલો કરી તેના હાથમાં ગંભીર ઇજાઓ કરી હતી. તેને પ્રથમ વઘઇ સી.એચ.સી ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ઊંડો ઘા જણાતા વધુ સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી પણ વધુ સારવાર અર્થે વલસાડ રીફર કરવામાં આવ્યો હતો.