CBI વિવાદ પર કોગ્રેસનું વિરોધ પ્રદર્શન

હાલમાં દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇ વિવાદ પર કોગ્રેસે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાના નિર્ણયના વિરોધમાં સીબીઆઇ હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ભાકપા નેતા ડી રાજા અને તૃણમુલ કોગ્રેસના નદીમ-ઉલ-હક પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ લોધી રોડ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાઈ હતી.