મોટા રતડીયા ગામમાં રૂ. ૨૯ હજારના મુદ્દામાલની ચોરી.

માંડવી તાલુકામાં ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં મોટા રતડીયા ગામમાથી રૂ. ૨૯ હજારના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે નોધવાઇ છે. આ બાબતે ગઢશીશા પોલીસ મથકે મોટા રતડીયાના લાલજી દેવશી પટેલે નોધાયેલી ફરિયાદ મુજબ સવારના અરસામાં આ બનાવ બન્યો હતો, જેમાં મારા ઘરના આંગણામાં ચોર પ્રવેશ કરીને એકલ ઢાળિયામાં મૂકેલું બાઇક નં. જીજે ૧૨ એડી ૬૦૦૯(કીં. રૂ. ૨૦,૦૦૦),મોબાઈલ નંગ ૨ (કીં.રૂ. ૨,૦૦૦ ),રોકડા રૂ. ૪૦૦ તથા આસપાસમાં રહેતા અન્ય લોકોના મોબાઈલ નંગ ૬ (કીં. રૂ. ૬,૫૦૦ )મળીને કુલ રૂ. ૨૮૯૦૦/-ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. પોલીસ ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. માંડવી તાલુકામાં ચોરીના કિસ્સાઓ વધતાં રહ્યા છે ત્યારે ગ્રામ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેની માંગ કરવામાં આવી છે. રાત્રિ દરમ્યાન ગામમાં એકાદ-બે વાર રાઉન્ડ લગાડવામાં આવે તો પણ ચોરીના બનાવો બનતા અટકાવવામાં મદદ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *