મેઘપરમાં મારવાડ હોટલમાંથી બીયર સાથે એક શખ્સની અટક કરવામાં આવી.


અંજાર-ગળપાદર રોડ પર આવેલી મારવાડ હોટલમાં પોલીસે છાપો મારીને ૨૩ બિયર સાથે એક શખ્સની અટક કરી લીધી હતી . પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રિના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અંજાર-ગળપાદર હાઇવે પર મેઘપર બોરીચી પાસે છાપો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇવે નજીક આવેલી મારવાડ હોટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાથી બિયરના ૨૩ ટીન, કિં. રૂપિયા ૨,૩૦૦ ના મળી આવ્યા હતા. પરિણામે પોલીસે હોટલમાં રહેતા ગોવિંદ હેમા પરમારની અટક કરી લીધી હતી. અને તેની નજીકથી મોબાઈલ, બીયર વગેરે મળી રૂપિયા ૪૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *