સુરત: રૂપિયા ૨૦૦૦ની ૧૨૭ જેટલી ડુપ્લિકેટ નોટ સાથે બે શખ્સો ઝડપાયા.

સુરતના ઉધના-ભાઠેના વિસ્તારમાંથી પોલીસને મળતી જાણકારી ના આધારે રૂ. ૨૦૦૦/-દરની ૧૨૭ નકલી નોટ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જે બંને ભાવનગરના રહેવાસી હતા. અને ડૂપ્લિકેટ નોટ ભાવનગરથી સુરતમાં વટાવવા આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. ભાઠેના વિસ્તારની દુકાનોમાં ડૂપ્લિકેટ નોટ વટાવવાનો બે શખ્સો પ્રયાસ કરી રહ્યાની જાણકારી ઉઘના પોલીસને સાંપડતાં પોલીસની એક ટીમે વોચ ગોઠવી શુક્રવારે સાંજે બને ની ધરપકડ કરી હતી. પકડાયેલાઓમા બિપિન ભગા પરમાર અને કિસન ભિખા સોલંકીનો સમાવેસ થયો છે. ઉધનાના પોઇ એ.પી. પરમારે કહ્યું હતું કે. ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવી ચલણી નોટની ચકાસણી કરાવી તો આ નોટ ડુપ્લિકેટ હોવાનું સાબિત થતાં બંને સામે ગુનો નોધી રૂ. ૨.૫૪ લાખની ૧૨૭ ડુપ્લિકેટ નોટ જપ્ત કરવામાં આવી. આ બંને ડુપ્લિકેટ નોટ ભાવનગરથી લાવ્યા હોવાનું જણાઇ રહ્યું છે. કઈ જગ્યાએ અને કોણ છાપતું હતું? એ બાબતે હાલ તજવીજ ચાલી રહી છે.