ભાણવડમાં જુગાર રમતા ચાર જુગારી શખ્સો પકડાયા

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર રમતા સ્થળ પર દરોડો પાડી, જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતા દાઉદ ઉર્ફે કારો રહેમતુલ્લા હિંગરોજા, ભોલા ઉર્ફે ભકો કાદુ હિંગોરા, લાલા ઉર્ફે રાજેશ કાદુ હિંગોરા તથા ઈકબાલ ઉર્ફે ભોલો દાઉદ હિગરોજા નામના ચાર ઇસમોને પકડી પાડી, રૂ. 2,060નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.