ગાંધીધામમા શરાબ સાથે એક આરોપીને આર.આર.સેલએ ઝડપી પાડ્યો

ગાંધીધામ શહેરના ખોડિયારનગર ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં જાહેરમાં શરાબ વેચતા એક આરોપીને આર.આર.સેલની ટીમેએ ઝડપી પાડી તેની પાસેથી રૂ. 35,000નો શરાબ કબ્જે કર્યો હતો.જ્યારે એક શખ્સ ત્યાથી નાશી ગયો હતો. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં જાહેરમાં શરાબ વેચતા જુનેસ હુસેન પારા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર એવો તૈયબ ઓસમાણ રાયમા નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂ. 35,000ની 100 બોટલ કબજે કરાઇ હતી તથા એક એક્ટિવા કબ્જે કરાયું હતું. તૈયબને શરાબ આપનાર તરીકે રાપરના પૂના ભાણા ભરવાડનું નામ બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *