સોમનાથ બાયપાસ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 2 વ્યકિતનાં મૃત્યુ

copy image

અમરેલીના વડલી ગામનો પરિવાર ઈકો કાર મારફત દ્વારકાથી દર્શન કરી પાછા ફરી રહ્યો હતો તે સમય દરમિયાન સોમનાથ બાયપાસ તાલાલા ચોકડીના બ્રિજ પર ટ્રક સાથે અકસ્માત થતાં ડ્રાઈવર સહિત 2 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાંથી મળતી માહિતી અનુસાર હરેશભાઈ બાલુભાઈ સાંખટ રહે.વડલી, તા.જાફરાબાદ, જી.અમરેલી તેમના પીતા બાલુભાઇ, માતા લુંણીબેન, બહેન જયાબેન, ભાઇ મુકેશભાઇ, ભાણકી પ્રીયંકા, સસરા મનુભાઇ, સાસુ કંચનબેન, પત્ની સોનલબેન, દાદી જોમુંબેન તેમજ ડ્રાઈવર રાજેશભાઈ શામજીભાઇ ગલથરીયા સહિતના કાર લઈ વડલી ગામેથી રાતના એક વાગ્યાની આસપાસ દ્વારકા દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા અને દર્શન કરી સાંજના છએક વાગ્યે ઘરે આવવા માટે નીકળ્યા તે દરમિયાન રાતના એકાદ વાગ્યે સોમનાથ બાયપાસ તાલાલા ચોકડી બ્રીજ ઉપર પહોંચતા કાર ટ્રકની પાછળના ભાગમાં ટક્કરાતા તમામને નાની મોટી ઈજાઓ થતાં વેરાવળ સિવિલ હોસ્પિટલ મધ્યે 108 મારફત ખસેડાયા હતા.જ્યાં પહોંચતા બાલુભાઈ સાંખટ અને ડ્રાઈવર રાજેશભાઈ ગલથરીયાને ડોકટરે મૃતક ઘોષિત કર્યા હતા. ટ્રક ચાલક સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.