મોરબીમાં મચ્છુ નદી નજીક બંધ પડેલી સ્કૂલ બસ ઢાળમાં દડવા લાગતા 3 બાળકી સહિત 4 ઇજાગ્રસ્ત

મોરબીના ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાને પગલે હાલ મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આવા સમયે મચ્છુ બારી બ્રીજ પાસે બીજી એક દુર્ઘટના બનવા પામી હતી. સદનસીબે એનડીઆરએફના જવાનો હાજર હોવાથી મોટી જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં એક બાજુ હજુ મચ્છુ નદીના ઝૂલતા પુલની બનેલી દુર્ઘટનાનું રેસક્યુ ઓપરેશન ચાલુ છે. ત્યારે મચ્છુ નદીના કાંઠે આવેલા મચ્છુ માંના મદિર પાસે મચ્છો બારી નજીક બંધ રહેલી સ્કૂલ બસ અચાનક ઢાળમાં દડવા લાગી હતી.

આ ઘટના સમયે ત્યાંથી પસાર થઇ રહેલા બાળકો અને મહિલા બસની ઝપટે ચડયા હતા. આ ઘટનામાં બાળકો સહિત ચારને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતાં જ બાજુમાં રેસ્કયુ કામગીરી કરી રહેલા કરતા NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા અને તરત જ ઇજાગ્રસ્ત બાળકો સહિતના લોકોને હોસ્પિટલે લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી. આ અકસ્માતમાં અલી, નેકી, તસ્કિના તેમજ રસીદાબેન સમીરભાઈ મકરાણીને ઇજા થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે રેસ્ક્યુ ટીમના જવાનો સમયસર પહોંચી જતા઼ં જાનહાનિ ટળી હતી.