અંજારમાં સગા પિતાએ પોતાની દીકરી ઉપર જ દુષ્કર્મ આચારતા ચકચાર

ગાંધીધામ ઐતિહાસિક શહેર અંજારના ગંગાનાકા પાસે ચંપક મિલ વિસ્તારમાં નવયૌવન દીકરી ઉપર પિતાએ દુષ્કર્મ આચારતા ફિટકારજનક એવો બળાત્કારનો બનાવ સામે આવ્યો  હતો. અંજારના ચંપક મિલ વિસ્તારની આસપાસ રહેનાર વૃદ્ધ અને મજૂરી કરતાં પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ સ્ટેશને નોંધાયું હતું. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ 19 વર્ષીય પોતાની દીકરી ગત રાત્રે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને આ આરોપીએ બળાત્કારના બનાવને અંજામ આપ્યો હતો અને પછી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પોતાની દીકરીને આપી હતી. ગમે તેમ કરીને આ યુવતી પોલીસ સ્ટેશને પહોચી હતી અને પોતાને જન્મ દેનારા પિતા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ લખાવી હતી. આવી  ઘટના બહાર આવતાં ભારે ચકચાર મચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *