બાબરના તાઈવદરની સીમમાં જુગારનો ખેલ ખેલતાં શખ્સોને કુલ રૂ. 2,43,950ના મુદામાલ સાથે પકડી પાડ્યા.

બાબરા તાલુકાના તાઈવદર ગામની આદીધાર તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગારનો ખેલ ખેલતા શખ્સો ઉપર રેઇડ કરતાં કુલ આઠ શખ્સો પૈકી બે શખ્સોને ઝડપી પાડેલ અને છ શખ્સો નાસી ગયેલા હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી ઝડપાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્ટેશનમાં  સોંપી આપેલ છે. અને નાસી ગયેલા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતમાન કર્યા હતા. આ દરમિયાન જુગાર રમતાં રેડ પાડવામાં આવતા હિતેશભાઇ ઉર્ફે હિતો કાળુભાઇ સરવૈયા(ઉ.વ.30,બાબરા), વિક્રમભાઈ ઉર્ફે વિકકો રમેશભાઈ રાઠોડ(ય.વ.28,ઢસા),નછે પોલીસ પકડી પડ્યા હતા. રેડ દરમિયાન નરેશભાઇ લક્ષ્મણભાઈ મારૂ, કૃપાલસિંહ નટુભા ગોહિલ(રહે.ઢસા),ગઢો દિલુભાઈ સાથળિયા(રહે.ઢસા)ઇકો ફોરવ્હીલનો અજાણ્યો ચાલક વગેરે ભાગી છુટયા હતા. પકડાયેલા આરોપી પાસેથી 2,43,950નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓ ની સૂચના અને માહિતી પ્રમાણે એલ.સી.બી અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ ડી.કે વધેલા અને સી.બી. ટીમ દ્રારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *