ગુંદિયાળીમાં વાડીમાં કામ કરતી મહિલાને સાપે દંશ દેતામોત નીપજયું

માંડવીના ગુંદીયાળીમાં વાડીમાં કામ કરતી મહિલાને સાપે દંશ મારતા સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર ગુંદીયાળી વાડી વિસ્તારમાં સવારે 10 વાગ્યાના આસપાસ ખેતરમાં કામ કરવા જતા લક્ષ્મીબેન શામજીભાઈ આયડી.(ઉવ.40) રહે ગુંદીયાળીને સાપે દંશ માર્યો હતો. પ્રથમ સારવાર અર્થે તેમને માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવારની જરૂરિયાત જણાતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. સારવાર દરમિયાન રાત્રે 1 વાગ્યે ફરજ પરના તબીબ ડૉ.મીત મોઢે મહિલાને મૃત ઘોષિત કર્યા હતા. જેથી માંડવી મરીન પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.