રામપર અબડાના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રામપર અબડાના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. રામપરના કોલીવાસમાં રહેતા વિરમ વિશ્રામ કોલી.(ઉવ.18) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની ચાલીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે હતભાગી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મોતના કારણો જાણવા માટે નલિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.