લિંબાયતમાં ચોરીની ભાગ વહેંચણીમાં વિવાદ થતાં એક ચોરે બીજાને મારતા ચોરનું મોત નીપજયું હતું

લિંબાયતમાં ચોરીની ભાગ વહેંચણીમાં વિવાદ થતા એક ચોરે બીજા ચોરને માર મારતા મોત નિપઝ્યું. સૌથી નવાઇની વાત એ છે કે, એક ચોર સ્પેશ્યિલ દિવાળીના સમયે સુરત રેલવે સ્ટેશને ચોરી કરવા માટે UP થી આવ્યો હતો. જેની સાથે મરણ પામનાર ચોરી કરવા માટે સુરત રેલવે સ્ટેશને જતો હતો.

બન્ને જણા ભીડનો લાભ લઈ પર્સ, મોબાઇલ કે કિંમતી વસ્તુઓ ચોરી લેતા હતા. હવે બન્યું એવું કે 22મી ઓકટોબરે રાત્રીના સમયે મરણ પામનાર અલીમુદ્દીન શેખ અને આરોપી યુનુસ કાલુ સુરત રેલવે સ્ટેશને ચોરી કરવા ગયા હતા. તે વખતે મરણ પામનાર અલીમુદ્દીન શેખ આરોપીને મુકી જતો રહ્યો હતો. આથી આરોપી યુનુસ કાલુ 23મી એ સવારે 5 વાગ્યે લિંબાયત મઝદા પાર્ક સોસાયટી પાસે મરણ પામનાર સાથે ભાગ વહેંચણીની બાબતે ઝઘડો કર્યો હતો. અલીમુદ્દીન શેખે તેના ભાઈ નિઝામુદ્દીન શેખને યુનુસ કાલુ રૂપિયાની માંગણી કરી માર માર્યા હોવાનું કહ્યું હતું.

મરણ પામનારે ઘરેથી રૂપિયા આપવાની વાત આરોપી યુનુસ કાલુને કરી હતી. રસ્તામાં આરોપીએ અલીમુદ્દીને માર મારતા તેનું મોત થયું હતું. તેને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માર મારતો હોવાનો CCTV કેમેરા પણ સામે આવ્યા છે. આરોપીનો ઈરાદો અલીમુદ્દીને મારી નાખવાનો ન હતો. આથી લિંબાયત પોલીસે મરણ પામનાર અલીમુદ્દીનના ભાઈ નિઝામુદ્દીન શેખની ફરિયાદ લઈ આરોપી યુનુસ કાલુ(રહે.લિંબાયત)ની સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. વધુમાં આરોપી યુનુસ કાલુ UP થી સ્પેશ્યિલ ચોરી કરવા માટે દિવાળીએ સુરત આવતો હતો.