લગ્નના 3 માસમાં જ અમરોલીની પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

સુરત શહેરમાં આપઘાતના 2 બનાવ બન્યા છે, જેમાં અમરોલીમાં રહેતી પરણિતાએ લગ્નના 3 મહિનામાં આપઘાત કરી લીધો જ્યારે કતારગામમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી. અમરોલીની ગણેશપુરા સોસાયટીમાં રહેતા શંકર ડાકુઆના 3 માસ પહેલા જ 33 વર્ષીય ઓરિસ્સાવાસી યુવતી નામે લક્ષ્મીની સાથે લગ્ન થયા હતા.
એવામાં લક્ષ્મીએ લગ્નના 3 મહિનામાં જ શનિવારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ, લક્ષ્મી 3 મહિના પહેલા વતનમાં કચરો વીણવાનું કામ કરતી હતી. તેણીએ લગ્નના 3 મહિનામાં જ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા સ્થાનિક ACP દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજા બનાવમાં કતારગામના વરિયાવ પાસે આવેલ નાના માછીવાડમાં રહેતા 40 વર્ષીય જીગ્નેશભાઈ કાંતિલાલ પટેલે શનિવારના સવારના સમયે પોતાના ઘરે પંખો સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી.