17 નવેમ્બરથી સ્પાઇસ જેટ સુરત એરપોર્ટથી ઓપરેશન બંધ કરશે

17 નવેમ્બરથી સ્પાઇસ જેટે રોટેશન અને એર ટ્રાફિક અભાવના કારણે ગોવા અને જયપુર બંને ફ્લાઇટ્સની બુકિંગ બંધ કરી દીધું છે. સ્પાઇસ જેટ મેનેજમેન્ટે તમામ બુકિંગ પોર્ટલથી પોતાની બંને ફ્લાઇટ્સના બુકિંગ હટાવી લીધા છે. હવે આ સ્થિતિમાં સ્પાઇસ જેટ સુરત એરપોર્ટથી પૂરી રીતે વિદાઇ લઇ શકે છે. સ્પાઇસ જેટ છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહી છે. જ્યાં આ પૂર્વે સ્પાઇસ જેટની 8 થી 9 ઉડાન હતી. હવે ત્યાં બે જ રહી ગઇ છે. તેના પર પણ હવે ગ્રહણ લાગી ગયું છે. સ્પાઇસ જેટ હવે આ બે રૂટ પર પણ લાંબા સમય સુધી ફ્લાઇટ ઓપરેટ કરવાના મૂડમાં નથી.