200 કરોડના GST કૌભાંડમાં 12 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ, 21 મુદ્દાઓ રજૂ કરાયા

ઇકો સેલે કરેલા 200 કરોડના બોગસ બિલિંગના દાવાના કેસમાં આજે 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ માટે સરકાર પક્ષ અને બચાવ પક્ષે જોરદાર દલીલો જામી હતી. સરકાર પક્ષની દલીલ હતી કે આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો, માહિતી હતી એટલે કેસ કરાયો. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલાએ દલીલો કરી હતી કે આ કોઈ દારૂ-જુગારનો કેસ નથી કે માહિતીના આધારે નક્કી થાય. આ પ્રકારના કેસ માટે GST ડિપાર્ટમેન્ટ છે જ. દલીલોના અંતે ચીફ કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

બચાવ પક્ષ ની દલીલો:-

  • જ્યારે બચાવ પક્ષે એડવોકેટ કેતન રેશમવાલાની દલીલ હતી કે ઇકો સેલ એ બતાવતુ નથી કે 200 કરોડનો ફિગર ક્યાંથી આવ્યો, 36 કરોડની ITCનો ફિગર ક્યાંથી લવાયો.
  • આરોપીઓનો રોલ શું તે કેમ બતાવવામાં આવ્યો નથી
  • પેઢી કોના નામે છે, જે મુખ્ય આરોપીઓ છે તેની ધરપકડ કેમ કરવામાં આવી નથી
  • જેમે આઇડી પાસવર્ડ આપ્યા,  GST નંબર લીધા એની ધરપકડ કેમ ન થઈ
  • બનાવટી દસ્તાવેજ કયા બન્યા એ બતાવાયુ નથી
  • ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો, એવો રિમાન્ડ રિપોર્ટ છે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરાયો તો શું થયો.
  • અધિકારીઓ જ નિશ્ચિત નથી, તેમને જ ખબર નથી

સરકારી પક્ષ ની દલીલો:-
આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટના આધારે GST નંબર મેળવ્યો હતો અને 21 ફર્મના નામે બોગસ બિલિંગ આચર્યું હતું. એક જ પેઢીમાંથી ભંગાર અને ટાઇલ્સનો ધંધો બતાવ્યો હતો. આ ઉપરાંત બિલો પોતાની જ ફર્મમાં ખરીદ-વેચાણ અર્થે બતાવ્યા હતા. એપીપીની દલીલ હતી કે બનાવટી સિક્કા બનાવ્યા છે, જે કોણે બનાવ્યા, ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા, પડદા પાછળ કોણ-કોણ છે તેની તપાસ કરવાની છે. સરકાર પક્ષ દ્વારા કુલ 21 જેટલાં મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા.
બોગસ બિલિંગ સ્કેન્ડલમાં ઇકો સેલ કંઇ રીતે કામ કરશે. રિટર્ન ચકાસવાના હોય કે ઓડિટ રિપોર્ટ હોય કે બિલિંગની એન્ટ્રીઓ હોય, આ માટે સ્પેશિયલ GST ની ટીમ બનાવી છે. હવે આવકવેરા વિભાગની કોઇ માહિતી મળે તો ઇકો સેલ ત્યાં પણ દરડા પાડશે. એવી વ્યાપક ચર્ચા GSTમાં હતી. ઉલ્લેખનીય છે કે ઇકો સેલે માહિતી જીએસટી પાસે જ માગી છે. ઇકો સેલ પાસે GST રિકવરીની સત્તા છે કે કેમ? જો સત્તા ન હોય અને ITC રિકવર ન થતી હોય તો કેસનો મતલબ શું?