રાંદેરના દંપતિનું પલસાણા નજીક મોપેડ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો, પત્નીનું મોત

દહાણું નજીકના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને પાછા ફરી રહેલા રાંદેરના દંપતિને પલસાણા નજીક મોપેડ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતિ પૈકી પત્નીને ગંભીર ઇજા પહોચી હતી અને 12 દિવસની સારવાર પછી મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ વડોદરાના વતની અને હાલ રાંદેર રોડ ગુ.હા.બોર્ડમાં સંતોષ ભાગવત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન કરે છે. બપોરના સમયે સંતોષભાઇ પત્ની સુનિતા (ઉ.વ.55) સાથે દર્શન કરીને એક્ટીવા ઉપર પાછા ફરતા હતા તે દરમિયાન પલસાણા હાઇવે પાસે એક્ટીવા સ્લીપ થઈ જતા બંનેને ગંભીર ઇજા પહોચી હતી અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં સુનિતાબેનનું રાત્રીએ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
 
                                         
                                        