મુંબઈ સેન્ટ્રલથી ભુજ, બાંદ્રાથી ગોરખપુર સુધી સ્પેશિયલ ટ્રેનો દોડશે

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ભુજ અને બાંદ્રા-ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો દોડશે. ટ્રેન નંબર 09423/09424 મુંબઈ સેન્ટ્રલ – ભુજ સ્પેશિયલ 2 રાઉન્ડમાં દોડશે. ટ્રેન નંબર 09423 મુંબઈ સેન્ટ્રલ – ભુજ સ્પેશ્યિલ મુંબઈ સેન્ટ્રલથી 5મી નવેમ્બર શનિવારના રોજ 22.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.15 કલાકે ભુજ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09424 ભુજ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 6 નવેમ્બર, રવિવારના રોજ ભુજથી 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે, 6.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC ફર્સ્ટ, AC ટુ-થ્રી ટાયર, સ્લીપર અને જનરલ કોચ હશે.