એમ.પી. શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસેની દિવાલ પડી જતાં4 લોકો ઇજાગ્રસ્ત

copy image

જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે એમ.પી.શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસેની દિવાલ અચાનક ધરાશાઈ થતાં 4 લોકોને ઇજા થઈ હતી. દિવાલ તૂટતા ચારેય લોકો કોલેજની અંદરની બાજુ પડી ગયા હતાં. જો કે, આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. એક વ્યકિતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાના પગલે બસની રાહ જોતા મુસાફરોમાં ભારે દોડધામ મચી  હતી.

જામનગરમાં શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં સાત રસ્તા સર્કલ પાસે આવેલી એમ.પી.શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસે આવેલી સિમેન્ટની દિવાલ અચાનક ધરાશાઈ થઇ ગઈ હતી. આથી આ સ્થળે બસની રાહ જોઇને ઉભેલા એક મુસાફર સહિત ચાર વ્યકિત કોલેજની અંદરની બાજુએ પડી ગયા હતાં. આથી ચારેય લોકોને ઇજા થઈ હતી. જે પૈકી એક મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

ઘટનાના પગલે બસની રાહ જોઇને ઉભેલા મુસાફરોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કોલેજના આચાર્ય દોડી આવ્યા હતાં. દિવાલ ધરાશાઈ થતાં જે ચાર વ્યકિત કોલેજની અંદરની બાજુ એ પડી ગયા હતા તેઓને સ્થળ પર ઉભેલા અન્ય લોકોએ બહાર કાઢયા હતાં. ઘટનાના પગલે ત્યાં ઉભેલા લોકોના જીવ થોડા સમય માટે અધ્ધર ચડ્યા હતાં.