ગઢશીશામાં પાવરના થાંભલા પરથી પડી જવાથી યુવકનું મોત નીપજયું

માંડવી તાલુકાના ગઢશીશા વિસ્તારમાં અદાણી હાઇટેક ટ્રાન્સ પાવરના થાંભલા પરથી પડી જનાથી યુવકનુ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર અદાણી હાઇટેક ટ્રાન્સ પાવરના થાંભલા પર તાર ખેંચવાનું કામ કરતા સમયે અકસ્માતે યુવાન નીચે પડી ગયો હતો, જેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચી  હતી, જેથી તાત્કાલિક સારવાર અર્થે આ યુવાન શાહારુલ ઇસ્લામ શેખ (ઉ.વ.18)ને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડાયો હતો, પરંતુ સારવાર કારગત સાબિત ન થતાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાને પગલે ગઢશીશા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.