કાસેઝ નજીક સ્ટીલ કંપનીમાં ઉપરથી નીચે પટકાયેલા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોચતા મોત

મધ્ય કાસેઝમાં આવેલી સ્ટીલ કંપનીમાં કામ કરી રહેલો શ્રમિક ઉપરથી નીચે પટકાતાં મોત નીપજયું હતું.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાથી મળતી માહિતી અનુસાર, મુળ યુપી ભોજપુરનો હાલમાં ગણેશનગરમાં રહેતો 35 વર્ષીય શંકર મુનમુન પ્રસાદ ગત સાંજે કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનમાં કે.આર.સ્ટીલ યુની લિ. કંપનીના પ્લાન્ટના આગળના ભાગમાં ઉપર કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક ઉપરથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હોવાની જાણ રામબાગ હોસ્પિટલના ડોક્ટરે પોલીસને કરી હતી.