મહેસાણાના સોભાસણ રોડ પર ઇ-રિક્ષામાં આગ લાગી, મિનિટોમાં રિક્ષા બળીને ખાખ

મહેસાણાના સોભાસણ રોડ ઉપર આવેલા સાહિલ ટાઉનશિપ પાસે રવિવારે બપોરે પાર્ક કરેલી બેટરી સંચાલિત રિક્ષામાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. જેથી રિક્ષા સળગી ઊઠી હતી. પાલિકા ફાયરની ટીમને જાણ કરી ફાયર બ્રિગેડ આવે એ પહેલાં રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.મહેસાણા શહેરના સોભાસણ રોડ ઉપર ખેતરે આવેલા લાલાભાઇએ કહ્યું કે, તેમના સાળા નહીમખાન બીલીમ ખેરાલુથી રિક્ષા લઈને એમને ખેતરે મળવા આવ્યા હતા. બપોરે ત્રણ વાગ્યાના સમયગાળામાં રિક્ષા રોડ સાઈડ મૂકીને ખેતરે આવતા અમે બેઠા હતા. ત્યાં એક રિક્ષામાં આગ લાગતા બળીને ખાખ થઈ હતી.