લીલિયાના ભેંસાણ પાસે ટ્રેકટર પલટી જતાં આધેડનું મોત નીપજયું

અમરેલીથી ટ્રેકટરમા લોખંડ ભરીને લીલીયા તાલુકાના ભેંસાણ તરફ જતા હતા તે દરમિયાન ટ્રેકટર પલટી ખાઇ જતા આધેડનુ મૃત્યુ થયું હતુ. જયારે બે વ્યકિતને ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. લાઠીના જરખીયામા રહેતા મુકેશભાઇ રવજીભાઇ સુતરીયાએ લીલીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ મોટાભાઇ જયસુખભાઇ તથા વિક્રમભાઇ અમરૂભાઇ મૈત્રા અમરેલીથી ટ્રેકટર નંબર જીજે 07 એએ 9743મા લોખંડ ભરીને મંદિરના કામથી ભેંસાણ ગામે જઇ રહ્યાં હતા.
રસ્તામા ટ્રેકટર ટ્રોલીમા લોખંડ ભરેલ હોવાથી ટ્રેકટર બેકાબુ થતા પલટી મારી ગયુ હતુ. અકસ્માતમા જયસુખભાઇને ગંભીર ઇજા થતાં તેનુ મોત થયું હતુ. જયારે વિક્રમભાઇને ઇજા થઈ હતી. ઘટના અંગે પીએસઆઇ એમ.ડી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.