મોરગર નજીક કતલના ઇરાદાથી લઇ જવામાં આવતા 21 અબોલા જીવ બચાવાયા, 2 ની કરાઇ અટકાયત

ભચાઉ-ભુજ હાઇવે પર આવેલા મોરગર પાસે કતલના ઇરાદાથી લઇ જવામાં આવતા 21 અબોલ જીવને પેટ્રોલિંગ કરી રહેલી દુધઇ પોલીસે છોડાવી, ટંકારાના બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે હાજર ન મળેલા કનૈયાબે અને ટંકારના શખ્સો સહિત ચાર સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

દુધઇ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ટીમ ગત રાત્રે વિધાન સભાની ચૂંટણી અનુસંધાને ભચાઉ-ભુજ હાઇવે પર મોરગર પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાત્રે સવા બાર વાગ્યાની વેળાએ એક ટ્રકને રોકી તાલપત્રી ઉંચી કરીને જોતાં અંદર ખીચોખીચ ત્રાસદાયક રીતે ભરેલા પાડા જોતાં આ અબોલ જીવ અંગે આધાર પુરાવા માગતાં તેમની પાસે લાયસન્સ અને આ અબોલ જીવો લઇ જવાના આધષર પુરાવા ન હોતાં, કતલખાને લઇ જવાના ઇરાદાથી ભરેલા રૂ.1,05,000 ની કિંમતના 21 અબોલ જીવોને મુક્ત કરાવી ટંકારાના શૈલેષ જીણાભાઇ સરાણીયા તથા હરી ગુલમામદ સરાણીયાની ધરપકડ કરી પ્રથમિક પુછપરછમાં આ 21 પાડા કનૈયાબે થી જમનશા શેખે ભરાવી દીધા હતા અને તે ટંકારા સલીમ સિંધીને પહોંચાડવાના હોવાનું જણાવતાં દુધઇ પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો છે.