ગાગોદર સબ બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડવામાં આવતા શિયાળુ પાક અવળી અસર પડવાની ભીતિ

copy image

વાગડ વિસ્તારમાં નર્મદાના પાણી આવ્યા પછી ખેતીની ઉપજ ઉપર બહુ જ સારી અસર પડી છે. આર્થિક ઉન્નતિનું પણ કારણ બન્યું છે ત્યારે આ તાલુકાના ગાગોદર-થોરીયાળી જતી કેનાલમાં ફતેગઢ બાજુથી જ નર્મદાનું પાણી સપ્લાય કરવાનું બંધ કરી દેવાતા શિયાળુ પાક પર અવળી અસર પડે તેવી સંભાવના ઊભી થઈ છે. ગાગોદર સબ બ્રાન્ચ કેનાલમાં કરોડો રૂપિયાનું મરમ્મતનું કામ થયું છતાં પણ ગાબડા થતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તથાલાખો લિટર નર્મદાનું પાણી વેડફાઈ ગયું છે.

ફતેહગઢથી ગાગોદર, આડેસર, માખેલ, પલાસવા, કાનમેર, ગોરાસર, થોરીયાળી જેવા અનેક ગામોના ખેડૂતો નર્મદા કેનાલના પાણીની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું તે નર્મદા નિગમના અધિકારીઓ આ કેનાલ પર ક્યારે પણ નિરીક્ષણ કરવા માટે આવતા નથી જેને લીધે ઠેકેદારો દ્વારા કામમાં ભ્રષ્ટાચાર આચરાય છે.

ફતેહગઢથી ગાગોદર તથા થોરીયારી સુધીની 60 થી 70 કિલોમીટરની કેનાલમાં અનેક જગ્યાએ માથાભારે તત્વો દ્વારા જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે જેસીબી જેવા મશીનો લગાવીને કેનાલો પણ તોડી નાખી પાણી ચોરી કરી લેવામાં આવે છે. સાયફનમાં ચીકણી માટી ભરાઈ જવાથી પાણી આગળના ગામોને મળે તેવી શક્યતા જ નથી, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અહીં સફાઈ કરાય તેવી ખેડૂતોએ રજૂઆત કરી હતી.