અંજારમાં આંકડા લેતા શખ્સને પોલીસે ઝડપ્યો

અંજારમાં જાહેરમાં આંકડો લખતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો આ ઈસમ પાસેથી રોકડા રૂપિયા 2150  જપ્ત કરવામાં હતા.

અંજારની સ્થાનિક પોલીસે સવારે ઝરૂ ગામના  હબીબ હુશેન ખેબર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો શહેરના ગંગા નાકા પાસે લીમડાના ઝાડ નીચે આ ઈસમ લોકો પાસેથી આંકડો લઈને પેન વડે પાનામાં લખતો હતો. પોલીસને જોઈને આ ઇસમે ભાગવાની કોશિશ કરતાં પોલીસે દોડીને તેને ઝડપી પાડ્યો અને તેની પાસેથી રોકડા રૂપિયા 2150 તથા પેન અને ડાયરીનું પાનું વગેરે જપ્ત કરાયું હતું