રાધનપુરમાં અગાઉ ફરિયાદના મામલે સમાધાન માં ધિંગાણું :ચાર શખ્સોએ ત્રણને ઢોર માર માર્યો

copy image

રાધનપુર તાલુકાના નાયતવાડા મોમાઇ માતાના મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં પહેલાની ફરિયાદ અંગે સમાધાન કરવાની બાબતે ગઇકાલે બોલાચાલી અને મારામારી થઇ હતી.
જાણવા મળતી માહિતી અનુસાર રાધનપુર નાયતવાડા ગામમાં રહેતા વિરમ જેઠાભાઇ રબારી તેમના પિતાને ત્યાં દૂધ આપવા માટે જતા હતા, ત્યારે ગામના ચાર વ્યક્તિઓએ હથિયારો સાથે આવીને વિરમના પિતાને કહ્યું હતું કે, તમે અમારા ભાઈ હરિ ઉપર પૂર્વે ફરિયાદ કરી છે. તેનું સમાધાન કરી લો.’ તેમ કહીને બોલાચાલી કરી હતી.

તેમને સમજાવીને ઘરે જવાનું કહેતાં તેઓએ ગાળોબોલી ધારીયાથી જેઠા રબારીને માથામાં અને લાકડીથી માર્યો હતા. જેથી તે બુમો પાડતાં વિરમ પિતાને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જેમાં વિરમને પણ માથામાં અને પગમાં તેમજ રમેશને પણ ટોમીથી મારમારી ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.