સાયલાના સુદામડા ગામમાં બંધ મકાનમાં તસ્કરે બે લાખથી વધુના મુદ્દામાલની કરી તસ્કરી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામ મધ્યે દિવાળીના તહેવારના લીધે પરિવાર બહારગામ ગયો હતો. ત્યારે બંધ મકાનમાં ચોરે ત્રાટકીને રૂ. 35,000 રોકડા તથા અઢી તોલા સોનું તેમજ ચાંદી મળી અને બે લાખથી વધુની કિંમતની તસ્કરી થઈ હોવાની ફરિયાદ સાયલા પોલીસ મથકમાં દાખલ કરાઈ છે.
સાયલા પોલીસે તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાયલા તાલુકાનું સુદામડા ગામ કોરડા રોડ ઉપર રહેતા પરિવારના સભ્યો દિવાળીના સમયે વેકેશનથી પરિવારજનો પોતાના સગા વાલાને ત્યાં ગયા હતા. ત્યારે પ્રતાપભાઈ બાબુભાઈના બંધ મકાનમાં બંધ મકાનનો લાભ લઈ ચોર ત્રાટક્યા હતા. જેમાં રૂ.35,000 રોકડ તથા અઢી તોલા સોનું અને ચાંદીના દાગીના મળી અને બે લાખથી વધુની માલમતાની ચોરી કરી ગયા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે.