રાપર તાલુકા ના ખાંડેક નજીક ગાગોદર નર્મદા પેટા કેનાલમાં ગાબડું પડયું

કચ્છ જિલ્લા ની જીવાદોરી સમાન નર્મદા કેનાલ મા હાલ નીર વહી નિકળ્યા છે ત્યારે જગત નો તાત રવિ પાક ના વાવેતર ની તૈયારી મા લાગી ગયો છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા રવિ પાક માટે ખેડૂતો એ તૈયારી આરંભી દીધી છે જેમાં જીરું.. ઇસબગુલ રાયડો શાકભાજી સહિત નું વાવેતર હાથ ધર્યું છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ખાંડેક થી પેટા કેનાલ માંજુવાસ થી મોમાંયમોરા જાય છે જેમાં નબળી કામગીરીના હિસાબે ખાંડેક નજીક પેટા કેનાલ તૂટતાં ખેડુતો એ જે વાવેતર કર્યું હતું જેમાં નુકશાન થયું છે અને ઉભા પાકોમાં પાણી ફરી વળ્યાં હતાં વાવેતર મા નુકસાન થયું છે તેનું વળતર આપવાની માગણી કરવામાં આવી છે આ પેટા કેનાલ પાસે ઉંદરો એ દર કરતાં કેનાલ ની પાળ મા પોલાણ થતાં કેનાલ તુટી ગઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું જો આગામી દિવસોમાં તાત્કાલિક અસરથી આ કેનાલ મા રિપેરીંગ કામ નહિ કરવા મા આવે તો ખેડૂતો ને મોટું આર્થિક નુકશાન થાય એમ છે