રાપર તાલુકા ના ગેડી અને ફતેહગઢ ગામે પોલીસ અને બીએસએફ નું પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષીને રાપર પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રાપર તાલુકાના ગેડી અને ફતેહગઢ ગામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી અને પીએસઆઇ ડી. જે. પ્રજાપતિ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ જેઠવા ની આગેવાની મા ગેડી મા છ બુથ અને ફતેહગઢ પાંચ બુથો પર તથા મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું તદુપરાંત રાપર પોલીસ દ્વારા અટકાયતી પગલાં અને હથિયારો જમા લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે