સલાયામાં કપાયેલા પતંગની દોરી બાબતે એક શખ્સને છરી મારી

0
More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

માંડવી તાલુકાના સલાયામાં કપાયેલા પતંગની દોરી બાબતે યુવાનને છરી મારી દેવામાં આવી હતી. જે અંગે માંડવી પોલીસે શખ્સ સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી હતી. આ બાબતે  હસીર હાસમ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના નાના ભાઈ હુશેને તોસિફ તાલબ રાઠોડના કપાયેલા પતંગની દોરી પકડતાં તોસિફે કહ્યું હતું  કે તારા ભાઈએ પતંગની દોરી કેમ પકડી છે તે મામલે અપશબ્દો બોલીને છરી વડે પેટના ભાગે તથા ડાબા જમણા હાથે ઇજા કરી હતી. આ ઉપરાંત ઝપાઝપી કરતાં પડી જતાં  જમણા પગમાં ઇજાઓ પહોચી છે. જે અંગે માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *