બાયઠમાં દુકાનમા પતરાં તોડી ને રૂ 6 હજારની ચોરી

માંડવી તાલુકાના બાયઠ ગામમાં રૂપિયા 6 હજારની ચોરી થઈ હતી. જે અંતર્ગત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બાબતે ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદી મનિષ હરિલાલ સુરૈયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બાયઠમાં આવેલી તેમની દુકાનમા પતરાં તોડીને કોઈ અજાણ્યો ચોર કુલ રૂ.5,985ના મુદામાલની ચોરી કરી ગયો હતો. જેમાં 6 પેન્ટ,4 શર્ટ,1 બેલ્ટ, કાળઓ  થેલો તથા 1500 રોકડાની ચોરી થઈ હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *