વાગોઠમાં બે સગાભાઈઓને છરીના ઘા મારી હત્યા નિપજાવનાર કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ

અબડાસા તાલુકાના વાગોઠ ગામમાં બે સગાભાઇઓની છરીના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી જે ચ કેસમાં તે સમયે પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી હતી. જેને જેલ હવાલે કરાયા પછી તપાસ દરમિયાન હત્યાના ગુનામાં વધુ 4 ઇસમોની સંડોવણી સામે આવી હતી જેને પગલે પોલીસે મહિલા સહિત આ ચારેય આરોપીઓની અટકાયત કરી છે.

જેઓને આજે કોર્ટમાં રજૂ કરાશે.આ અંગેની માહિતી અનુસાર, વાગોઠ ગામમાં 15 દિવસ પૂર્વે બહેન સાથે યુવકના સંબંધની શંકાએ આરોપી ભરત ઉમરશી કોલીએ બે સગાભાઈ વિનોદ શાંતિલાલ કોલી અને કાનજી શાંતિલાલ કોલીની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. જેના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.આરોપી સામે વાયોર પોલીસમાં ગુનો નોંધાતા ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે આ ચર્ચાસ્પદ કેસમાં વાયોર પોલીસે વધુ તપાસ કરતા હત્યાના બનાવમાં અન્ય ચાર આરોપી ઉમરશી ડાડાભાઈ કોલી (ઉવ.45), રાજેશ ઉમરશીભાઈ કોલી (ઉવ.19), લક્ષ્મીબેન ઉમરશીભાઈ કોલી (ઉવ.42) રહે ત્રણેય કોલીવાસ, વાયોર અને નલિયાના 22 વર્ષીય વિજય આચાર કોલીના નામ ખુલ્યા હતા. જેથી તેઓની અટકાયત કરી લેવાઈ છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.