રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકો નિયત મંચ સિવાય લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહિ

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કલેક્ટરે નિયંત્રણો સાથેના 3 જાહેરનામા બહાર પાડયા છે અને પૂર્વે નિમણૂક પામેલા અધિકારીઑને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તા.10-12 સુધી રાજકીય પક્ષો, ઉમેદવારો, રાજકીય કાર્યકરો, સમર્થકોએ નિયત મંચ વિના લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવા અને ઉપયોગ કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. ફરતાં વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી તથા લાઉડ સ્પીકર વગાડવા માટે પણ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે.

આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, મદદનીશ ચૂંટણી અધિકારી, સક્ષમ અધિકારી પાસેથી તે માટે મંજૂરી મેળવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં એમ કલેક્ટર દિલીપ રાણા દ્વારા જણાવાયું છે. ચૂંટણી જાહેર થતાં જાહેરનામાની તારીખથી મેજિસ્ટ્રીયલ પાવર ન ધરાવતાં હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફીસર, વિવિધ કામગીરી વિવિધ કામગીરી માટે નિયુકત નોડલ ઓફિસરો, ફલાઈંગ સ્કવોડ તેમજ સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાઓને તેઓને જે વિસ્તાર માટે નિમણુંક કરવામાં આવ્યા હોય તે વિસ્તાર માટે કલમ-44, 103, 104, 129, 144ની કાર્યવાહી માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો આપવામાં આવ્યા છે.