ગાંધીધામમાં સેંટ્રલ જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરેલા લોખંડના સ્ક્રેપ સાથેની બે ટ્રક ઝડપી પાડી

ગાંધીધામમાં સેંટ્રલ જીએસટી વિભાગે સ્ક્રેપ ભરેલા બે ટ્રકને કરચોરી કરવા માટે પકડી પાડીને સીઝ કરી કેવામાં આવી હટી. બંને પાસેથી જીએસટી ભર્યાનો તો કોઇ આધાર પુરાવા ન મળ્યો,ઉલ્ટાનો આઈટીસી લીધાનું ખુલતા વિભાગે 100% પેનલ્ટી દાખલ કરી હતી. તેમજ સામે ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવા માટે ફેક કંપની પાસેથી બીલ જનરેટ પણ કરવામાં આવ્યા છે. આમ એક તો ટેક્સ ન ભરવો અને ઉપરાંત આઈટીસી ક્લેમ પણ કરવાની બે તરફી કરચોરી સામે આવતા વિભાગે પેનલ્ટી લાગુ કરીને જેનો કાર્ગો હોય તેને વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેમાં એક ટ્રકના સ્ક્રેપ ધારક ક્લેમ કરીને લઈ ગયા હતા.બીજી ટ્રક કોઇ ક્લેમ કરવાજ ન આવતા વિભાગે સ્ક્રેપ સાથે ટ્રકની હરાજી કરવાનો નિર્ણંય કરતાં કરચોરોમાં ફફડાટ પ્રસર્યો હતો.