ખાંભલાની યુવતી પર માધાપરના યુવકે દુષ્કર્મ આચર્યું.

નખત્રાણા તાલુકાના ખાંભલા ગામની યુવતી સાથે માધાપરમા યુવકે ભચાઉના ગેસ્ટ હાઉસમાં જઈને દુષ્કર્મ આચાયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મુદે નખત્રાણા પોલીસ દ્રારા શખ્સ સામે આઇપીસી 376 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર માધાપરનાં શખ્સ નવઘણ દેવા ભરવાડે ખાંભલાની યુવતીને તેના મોબાઈલ પર ફોન કરીને પોતાની સાથે લગ્ન કરવાનું કહીને મારી નાખવાની ચીમની આપીને નખત્રાણા બોલાવી હતી. ત્યાર પછી એક તુફાન ગાડીમાં બેસાડીને ભચાઉ ખાતે આવેલા એક ગેસ્ટહાઉસમાં લઈ જવામાં આવી હતી. તા.26.10.18 થી તા.28.10.18 સુધીના સમયગાળા દરમિયાન યુવતીને ગોંધી રાખવામા આવી હતી અને તેની મરજી વિરુદ્ધ આ કૃત્ય કરવામાં આવ્યો હતું. જો કે આ બનાવમાં યુવક અને યુવતી સંબંધીત વધુ માહિતી જાણવા તપાસનીસ અધિકારી એલ.પી.બોડાનાણો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ મથકમાં જે કંઇ વિગતો નોંધવામાં આવી છે તે લઈ લો તેનાથી વિશેષ વિગતો મારી પાસે નથી.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *