સુરતમાં યુવક વીજપોલ પર લટકી આપઘાત કર્યો.

સુરતના ડિંડોલી વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવકે ગળે ફાંસો ખાઈ આત્મવિલોપન કર્યો છે. યુવકે વીજપોલ સાથે ગળે ફાંસો લગાવ્યો હતો. મરી જનાર પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે. જેમાં એક યુવતીના નામનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમ બાબતમાં યુવકે આપધાત કર્યાની આશંકા છે. જમીનથી આશરે 15થી 20 ફૂટ ઊચે પહોચી યુવકે કઈ રીતે ગળેફાંસો ખાધો તે ચર્ચા શરૂ થઈ છે. યુવકનું નામ રાજેશ વિશ્વકર્મા છે અને તે ઉતરપ્રદેશના જોનપૂરનો રહેવાસી છે. યુવક સુરતના ગોદાદરા વિસ્તારમાં આવેલા પટેલનગર પાસે રહેતો હતો. પોલીસે મૂતદેહને પોસ્ટમોર્ટમમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.