કાજરડામાં યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીના કાજરડા ગામમાં રહેતી એક યુવતીએ વાડીમાં જઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવતીને હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ શા માટે ઝેરના પારખાં કરવા પડ્યા એ બાબતે પરિવારજનો અજાણ હોવાનું ખુલવા પામ્યું છે.
માંળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાં પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં કાજરડા ગામમાં રહેતા રેશમાબેન કાદરભાઇ આદમભાઇ મોવર નામની યુવતીએ તેમના જ રાખોડીયા વાળા ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના ડોકટરે મૃત ઘોષિત કરી હતી. ઘટના અંગે માળિયા મિયાણા પોલીસે નોધ કરી વધુ તપાસ આદરી છે.