દિવાળીની ખરીદી કરવા ગયેલા મિત્રોને બાઇક અકસ્માત થતાં એકનું મોત થયું.

મોરબીના નીચી માંડલ પાસેથી પસાર થતા બાઇક સવાર યુવાનને ટક્કર મારી હતી જેમાં બાઈકસવાર યુવાનને ઇજા પહોચી છે જ્યારે તેની સાથે સવાર અન્યને ઇજા થઈ છે. મોરબીના ખરેડા ગામે રહેતા હાર્દિકભાઇ વિનોદભાઇ પાડલિયાએ તાલુકા સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે શખ્સ દ્રક નં આરજે -19 -જીએફ-4745 ના ચાલકે દ્રક બેદરકારીથી ચલાવી નીચી માંડલ ગામ પાસેથી બાઇક નં જીજે-36-કે-7085ને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં ફરિયાદી હાર્દિક પાડલીયાને ઇજા પહોચી છે. જ્યારે અન્ય એક યુવાન મયંક દિલીપ પરમાર(ઉ.વ.24)ને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજયું છે. બંને મિત્રો દિવાળીના ફટાકડા અને કપડાની ખરીદી માટે ગયા હોવાનું પણ પોલીસ પાસેથી માહિતી મળી છે.