ત્રંબો-ધાડધ્રો વચ્ચે યુવાન પર બે આરોપી દ્રારા હુમલો કરાયો.

રાપર તાલુકાના નાની રવ સીમમાં મોમાયાવાંઢમાં  રહેતા શખ્સને  સોમવાર બપોરના સમયમાં યુવતીને શોધવા જવાની છે તેવું કહીને બે આરોપી બાઇક પર લઈ ગયા હતા. ત્યાર પછી ત્રંબો-ધાડધ્રો માર્ગ પર કારૂડા વોકરા વિસ્તારમાં બંને શખ્સોએ પાવડાના હાથા વડે હુમલો કરી દેતાં યુવાનને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ થઈ હતી. રાપર પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગત સોમવાર બપોરના સમય દરમિયાન આ બનાવ બન્યો હતો. તાલુકાના નાની રવ સીમમાં મોમાયાવાંઢમાં રહેતો દિનેશ લખમણ કોલી અને સામા રાયધણ કોલી રહે. બંને શંભુવાંઢ, ઘાડધ્રોવાળા ત્યાં ધસી ગયા હતા. આરોપી દિનેશ પાસે જઈ છએક માસ અગાઉ તારો ભાઈ રમેશ યુવતીને લઈ ગયેલ છે જે આજદિન સુધી પરત આવેલ નથી, તો તેઓ હાલે ક્યાં છે ? તે તને ખબર છે, પણ તું અમોને જણાવતો નથી, તેને શોધવા જવું છે, તેમ કહી દિનેશને મોટરસાઇકલ પર બેસાડી બે આરોપી કારૂડા વોકરા વિસ્તારમાં  ત્રંબો-ધાડધ્રો રોડ પર લઈ ગયેલ  તેમજ બાઇક રોડ નજીક ઊભું રાખી દિનેશને પાવડાના હાથા અને ધોકા વડે માર મારી અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી લોહીલુહાણ હાલતમાં મૂકી શખ્સો નાસી છૂટયા હતા. હુમલાની ઘટના બાદ દિનેશને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *