ચૂંટણી અગાઉ લોકોની લાગણીને ઠેસ પહોચે તેવી ભડકાઉ કે વાંધાજનક પોસ્ટ, વીડિયો મૂકનારા સામે ફોજદારી ગુનો દાખવાશે

ચૂંટણી આવી રહી ચ્હે ત્યારે સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ, પોસ્ટ, કે અન્ય માધ્યમથી લોકોની લાગણીને ઠેસ પહોચે અથવા સીધી કે આડકતરી રીતે કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન થાય તેવા ઈરાદાથી કરાયેલી કોઈપણ પ્રવૃતિઓ પર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નજર રખાઈ રહી છે.જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમની સામે આઈપીસી અને અન્ય ધારા અનુસાર ગુનો નોંધવામાં આવશે.હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેની ગતિવિધિ પર નજર રખાઈ રહી છે.
વિધાનસભા ચૂંટણી અંગે જાહેર કરાયેલી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કરાવવામાં કે દર્શાવવામાં આવતી હોય તો તેની સામે ભારતીય દંડ સહિતા તેમજ લોક પ્રતિનિધિ ધારો 1951 અને ચૂંટણી આચારસંહિતા 1961 અનુસાર કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે આદેશ આપ્યો છે.
કોઈપણ નાગરિકના ધ્યાને આવે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવી કોમેન્ટ, વીડિયો કે અન્ય રીતે પ્રવૃત્તિ કરાઇ રહી હોય તેની માહિતી આપવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લાના નોડલ ઓફિસર ડીવાયએસપી એ. આર. ઝણકાત મો.નં. 99796 90000 તેમજ નાયબ નોડેલ અધિકારી એલ.સી.બી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા મો.90990 84909 પર ફરિયાદ કરી શકાશે.