આદિપુરમાં પગપાળા જઇ રહેલા પ્રૌઢને બાઇકે અડફેટે લેતા ફરિયાદ નોંધાઈ

આદિપુરની શિવમ હોસ્પિટલ નજીક પગપાળા જઇ રહેલા પ્રૌઢને બાઇક ચાલકે ઠોકરે લેતાં માથા અને મોઢાના ભાગમાં ઇજાઓ થઈ હોવાની ઘટના આદિપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. આદિપુર પોલીસ મથકમાં હોસ્પિટલના તબીબે નોંધાવેલી જાણવા જોગમાં જણાવ્યા અનુસાર આદિપુર રહેતા 50 વર્ષીય ચેતનભાઇ ઇશરાણી સવારે સાડા આઠ વાગ્યાની વેળામાં  શિવમ હોસ્પિટલ પાસે પગપાળા જતા હતા તે દરમિયાન પૂર ઝડપે જઇ રહેલા બાઇક ચાલકે અડફેટે લેતાં તેમને માથા અને મોઢાના ભાગમાં ઇજા થઈ હતી. તેમને લઇ આવનાર હિતેશભાઇ ઇશરાણીએ આપેલી વિગતો પોલીસને આપતાં આદિપુર પોલીસે અકસ્માત કરનાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.