ગાંધીધામની હોટલ હાજીપીર નજીકથી 82 હજારથી વધુ દારૂના મુદ્દામાલ સાથે ઈસમ ઝડપાયો

ગાંધીધામમાં આવેલ હોટલ હાજીપીર નજીકથી દારૂ સાથે ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી કાર્ગો ઝુપડા રામદેવનગર ગાંધીધામનો રહેવાસી છે. આરોપીનું નામ ચુતરારામ ઉર્ફે સતરારામ હેમારામ જાટ જાણવા મળ્યું હતું. આ ઈસમ પાસેથી કુલ રૂ. 82 હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
આ બાબતે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર એ-ડીવીઝન પોલીસે બાતમીનાં આધારે હાજીપીર હોટલ પાસેથી આરોપી ચુતરારામ ઉર્ફે સતરારામ હેમારામ જાટને ઝડપી લીધો હતો. આ ઈસમ કાર્ગો ઝુપડા રામદેવનગર ગાંધીધામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આરોપી પાસેથી જુદા જુદા બ્રાન્ડની 66 બોટલો સાથે પકડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 26 હજારથી વધુની કિંમતનો દારૂ, મોબાઈલ ફોન નંગ 1, એકટીવા 1, રોકડા રૂપિયા 1330 સહિત કુલ રૂ. 82 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.