કેનેડાની વર્ક પરમિટ અપાવાનું કહી રૂ. 1.18 લાખની ઠગાઇ કરાઇ

મણિનગરના યુવકને કેનેડાની વર્કવિઝા પરમિટ અપાવવાનું કહી પ્રોસેસ પેટે 1.18 લાખ લઈ ઠગાઈ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે. મણિનગરના શેલ કોમ્પેલેક્સમાં રહેતા 34 વર્ષીય પ્રતીક પટેલને કેનેડા જવાનું હોવાથી વર્કવિઝા માટે તપાસ કરતા મણિનગરમાં આવેલા પી. એમ. પી. સેમસંગ ઇલેકટ્રોનિક્સ શો રૂમમાં મનીષ પટેલ સાથે ઓળખાણ થતાં તેમણે મનીષને કેનેડાની વર્કવિઝા પરમિટ માટે વાત કરતા મનીષે વિઝા પ્રોસેસ પેટે પ્રતીક પાસેથી 27 સપ્ટેમ્બરના રોજ 1.18 લાખની માગણી કરી હતી. પ્રતીકે મનીષના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય બાદ પ્રતીકે ફોનથી પરમિટ બાબતે વાત કરતાં મનીષ જવાબ આપતો હતો નહિ. એક વર્ષથી પરમિટ નહીં આપી 1.18 લાખ પાછા ન આપી ઠગાઇ કરતા પ્રતીકે મનીષ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.