રોડની સાઈડ પર ઉભેલા શખ્સને બાઇકે અડફેતે લેતાં મોત નીપજયું

વાલોડમાં પુર પાટે જતી બાઇક માર્ગ પર સાઈડ પર ઊભા શખ્સને અડફેટ લેતા સારવાર દરમ્યાન મોત થયું હતુ. વાલોડ મધ્યે નવા ફળિયા ખાતે શેરડીના પડાવમાં રહેતા અને મૂળ ખડકલા,તા. નિઝર મધ્યે રહેતા માનસિંગ ભાઈ જેમુભાઈ ગાવિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનાં પિતા જેમુભાઈ લાલજીભાઈ ગાવિતને વાલોડ બારડોલી માર્ગ પર નવા ફળિયા મધ્યે રોડની સાઈડમાં ઉભા રહી વાત કરી રહ્યા હતા.
તે દરમિયાન એક બાઇક (GJ 19 Q 2749) ના ચાલાકે પોતાની બાઈક પુરપાટે અને બેદરકારીથી હંકારી લાવી રોડની સાઈડ પર ઉભેલ જેમુભાઈને ઠોકરે લીધા હતા. મોટર સાઈકલ ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો. આ અકસ્માતમાં જેમુભાઈને માથાના ભાગે, ડાબા પગ અને હાથે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.