સુરતના લક્ઝુરિયસ કાર લઈને જુગાર રમવા આવેલા 9 જુગારીઓને 44.44 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપ્યા

copy image

સુરત શહેરમાંથી કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલા સિલવર અમ્બરલેન્ડ ફાર્મ હાઉસમાં લક્સુરિયસ કાર લઈ જુગાર રમવા આવેલા સુરત શહેરના 9 જુગારિયાઓને સુરત જિલ્લા એલસીબી પોલીસે પકડી પાડી 44,44,360 રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો છે. ફાર્મ હાઉસનો મકાન માલિક જુગારિયાને બોલાવી જુગાર રમાડતો હોવાનું બહાર આવ્યું છે.

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના સુરત જિલ્લામાં ગેરકાયદે પ્રોહી જુગારની પ્રવૃત્તી ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તી બંધ કરવા માટે એલસીબી પીઆઈને આપેલ સૂચના અનુસાર એલસીબી અને ફર્લો સ્ક્ર્ડની જુદી જુદી ટીમ બનાવી જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન એલસીબી પીઆઈ બી. ડી. શાહને બાતમી મળેલી બાતમી આધારે 9મી નવેમ્બરના રોજ કામરેજ તાલુકાના મોરથાણા ગામમાં આવેલ સિલવર અમ્બરલેન્ડ ફાર્મ હાઉસમાં ધર્મેશભાઈ રમેશભાઈ પટેલના મકાન નં 68માં રેડ કરી હતી. ધર્મેશ પટેલ સુરતથી જુગારિયાઓને બોલાવી રમાડતો હોવાનું બહાર આવ્યું હતું. દરોડોમાં પોલીસને ગંજીપાના પર જુગાર રમતા 9 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા હતાં. તમામની અંગઝડતી અને દાવ પર મુકેલ રોકડ સહિત મુદ્દામાલ મળી કુલે 44, 44, 360નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોહમદ રીઝવાન અબ્દુલકાદર બોમ્બેવાલા (43) (રહે. સીંધીવાડ, ઘર નં- 10/2151, ભાગા તળાવ, સુરત શહેર, મોહમદ ફૈઝલ ઈકબાલ મેમણ (39) (રહે,અડાજણ પાટિયા, ઘર ન-702, સાનિયા, રેસીડેન્સી, સુરત શહેર), મોહમદ આરીફ અબ્દુલ વાસેલ ઉર્ફે કાલુભાઈ અંસારી (46) (રહે.સૈયદવાળા, નં.121945, આસ્મા મંજીલ, પ્રથમ માળ, વરીયાળી બજાર સુરત શહેર), મીયામહમદ અબ્દુલ રઝાક ચક્કીવાલા (45) (રહે.સીધીવાડ, ઘર નં.11/740, ચોકબજાર સુરત શહેર), અબ્દુલકાદીર મોહંમદ ઈસ્માઈલ ચાવાલા (32) ( રહે.સીંધીવાડ, ઘર નં.11/705, ચોકબજાર સુરત શહેર), સલમાન હનીફ સોપારીવાલા (32) (રહે.ભાગા તળાવ, સીધીવાડા, ઘર નં.102 સુરત શહેર), અસદ અબ્દુલ અઝીજ સોપારીવાલા (42) (રહે.ભાગાતળાવ, જનતા માર્કેટની પાછળ,મેમણ પ્લાઝા સુરત શહેર), પરવેઝ ઉમર હોટલવાળા (47) (રહે.ચોકબજાર, સીંધીવાડ, ઘર નં.11, સુરત શહેર), અબ્દુલ રઉફ મોહંમદ પટેલ (50) (રહે.ચોકબજાર, નાણાવટ, લાલગેટ પોલીસ ચોકીની બાજુમાં, સુરત શહેર)રોકડા 2,03,860 , જપ્ત કરેલ મોબાઈલ નંગ-8 કિ. 40,500, ઈનોવા કાર (GJ-05-JB-6628) રૂ. 10,00,000, અર્ટીગા કાર (GJ-05-RM-2022) કિ. 5,00,000, મર્સીડીઝ ફોરવ્હિલ કાર (GJ-05-RC-0100) રૂ. 25,00,000, સ્વિફ્ટ ડીઝાયર કાર નં- (GJ-06-PJ-4767) રૂ.2, 00, 000, કુલ મુદ્દામાલ કિંમત 44,44,360.