પેથાપુરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા છ જુગારીઓ રંગેહાથ પકડાયા

copy image

ગાંધીનગરનાં પેથાપુરમાં નવા વણકર વાસમાં મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમવા બેઠેલા છ જુગારીઓને પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ પાડીને રોકડ સહિત 11 હજારનો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પેથાપુર નવા વણકર વાસમાં મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી પેથાપુર પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે છ શખ્સો કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠેલા રંગેહાથ પકડાઈ ગયા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રાકેશ રામાભાઇ નાયક (પેથાપુર ખટાલીયાવાસ), ધર્મેન્દ્ર રેવનદાસ સાધુ( પેથાપુર નવો વણકરવાસ), જયેશ મહેન્દ્રભાઇ રાઠોડ (પેથાપુર રાઠોડવાસ) દિપકભાઇ રેવનદાસ સાધુ (પેથાપુર નવો વણકરવાસ) કમલેશ ખૈમદાસ સાધુ( રહે. પેથાપુર વણકરવાસ) અને જુબેર એહમદ જહુરમહમદ રાઠોડ(પેથાપુર કસ્બા) હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી કરી અને દાવ પરથી 11 હજારની રોકડ, જુગારનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.