હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપીને એસઓજીએ બાવળાથી પકડી પાડ્યો

હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને વચગાળાની રજાઓ લઈને જેલમાં હાજર ન થઈ ફરાર આરોપીને મહેસાણા એસઓજીએ અમદાવાદના બાવળાથી પકડી પાડ્યો હતો. અમદાવાદની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ વિસનગરના સદુથલાનો કિરણજી કપૂરજી ઉર્ફે કેકે ઠાકોર જેલમાંથી વચગાળાની રજા લઈને 9 સપ્ટેમ્બર ના રોજ બહાર આવ્યો હતો અને 30 સપ્ટેમ્બરે જેલમાં હાજર થવાનું હોવા છતાં પણ જેલમાં હાજર ન થઈને ફરાર હતો. ત્યારે એસઓજીની ટીમને નાસતો ફરતો આ આરોપી અમદાવાદના બાવળામાં હોવાની મળેલી બાતમીને આધારે એસઓજીએ વર્કઆઉટ કરીને બાવળાથી કિરણજી ઠાકોરને પકડી પાડી મધ્યસ્થ જેલને સોંપ્યો હતો.